ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 3:43 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં કુલ બે લાખ 39 હજાર વિદ્યાર્થીઓને સહાય ચૂકવવામાં આવી

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં કુલ બે લાખ 39 હજાર વિદ્યાર્થીઓને એક હજાર 185 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે ૧૦ હજારથી બે લાખ 20 હજાર રૂપિયા સુધીની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં DBTના માધ્યમથી આપવામાં છે.
આ યોજનામાં કૃષિ, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, મેડિકલ શિક્ષણ, નર્સિંગ, ટેકનીકલ ડીગ્રી, ડીપ્લોમાં તેમજ વેટરનરી પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.