ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 6, 2024 3:27 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્ર્મમાં 12 જેટલા પ્રગતિશિલ ખેડૂતોનું સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે અને આવતીકાલે રાજ્યના 246 તાલુકાઓમાં રાજ્યમાં રવી કૃષિ મહોત્સવની ઉજવણી કરાશે.
જેમાં અંદાજે 2 લાખ 50 હજારથી વધુ ખેડૂતો સહભાગી થશે. ખેડૂતોને રવિ પાકો વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.