મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યુવા પેઢીને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ માટે 14 કરોડ કરતાં વધુના ખર્ચે નવનિર્મિત શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ચારુતર એજ્યુકેશન ટ્રસ્ટ ખાતેના મલ્ટી યુટિલિટી સેન્ટરનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે.
Site Admin | નવેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
