ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:13 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે.શ્રી પટેલે આવતીકાલે અકોટા સ્થિત સયાજીનગરમાં 353 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને 262 કરોડના ખર્ચે તૈયાર થનાર જનસુવિધાના 41 કામોનું ખાત મુર્હત કરશે.આ વિકાસકામોમાં સૌથી વધુ 176 કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને 143 કરોડના કામોનું ખાતમુર્હુત કરશે. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઈટ, હાઉસીંગ, માર્ગો,બિલ્ડીંગ, બ્રીજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામોથી વડોદરા શહેરના નાગરિકોની જનસુવિધામાં વધારો થશે.