મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલા સ્વાગત ઑનલાઈન જન-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 120 જેટલી રજૂઆતોનું નિરાકરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ રજૂ થયેલા પ્રશ્નો અને સમસ્યાનું નિશ્ચિત સમયમાં નિરાકરણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા.
ઉપરાંત શ્રી પટેલે સાત જેટલા અરજદારોની લાંબા સમયની પડતર રજૂઆતોને સાંભળીને તે અંગે સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મેળવી હતી. શ્રી પટેલે અરજદારોને વારંવાર કચેરીમાં આવવું ન પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તે હેતુસર અધિકારીઓને નિવારણ લાવી તે અંગે રજૂઆતકર્તાને જાણ કરવા પણ સૂચન આપ્યા હતા.
Site Admin | નવેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત ઑનલાઈન કાર્યક્રમમાં 120 જેટલી ફરિયાદોનું નિરાકરણ
