રાજ્ય સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ લાવવા AI ટાસ્ક ફોર્સ- કૃત્રિમ બુધ્ધિમત્તા આધારિત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તીર્થધામ સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.તેમણે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કર્યું હતું. તેમણે સરકારના અધિકારીઓને જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો.ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક અભિગમ અપનાવવા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી વાતો લોકો સુધી પહોંચાડવા તત્પર રહેવા અપીલ કરી હતી.આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઊભી કરવી, ગ્રામીણ વિસ્તારોની આવકમાં વધારો કરવા સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સર્વગ્રાહી ચિંતન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં સારા વહીવટ માટે કરાયેલી ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવાનો મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો.
Site Admin | નવેમ્બર 23, 2024 7:50 પી એમ(PM) | ટાસ્ક ફોર્સની રચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે કૃત્રિમ બુધ્ધિમત્તાનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે
