ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. રાજ્ય સ્તરીય જનજાતિય ગૌરવ દિવસની આહવા ખાતે કરાયેલી ઉજવણી દરમિયાન આ લોકાર્પણ કરાયું હતું.
આ અંગે માહિતી આપતાં આહવાના ડેપો મેનેજર શ્રી પરમારે જણાવ્યું હતું કે, આશરે 214 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેન્ડથી દરરોજ 60થી વધુ ટ્રીપના સંચાલન સાથે અંદાજિત ત્રણેક હજારથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાઓનો લાભ લેશે.