ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 30, 2024 3:25 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને ૩૯૭ કરોડ રૂપિયાના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને ૩૯૭ કરોડ રૂપિયાના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજી પટેલે જૂનાગઢનાં વિકાસને કારણે અનેક લોકો ને રોજગારી મળશે અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.