ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. 568 જેટલા લાભાર્થોને બે કરોડ 34 લાખના યોજનાકીય લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડાંગમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દર પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની ઝાંખી કરાવી હતી. તેમણે કહ્યું હતું કે આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે, તેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરે બિરસા મુંડાના યોગદાનના ખ્યાલ આપ્યો હતો.