ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવ, રાગ અને તાલના સંગમ આધારિત ચાર દિવસના આ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં ‘ભાવ’નું વિશેષ મહત્વ રહેલું છે. તેમણે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને હરહંમેશ જીવંત રાખવા જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને આપણી સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ માધ્યમોની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે મીડિયાનો ‘ભાવ’ સમાજ માટે સારું કરવાનો હોય છે, માટે માધ્યમોની સાચી ટીકાઓને વિશાળ લોકહિતમાં ધ્યાને લઈ, કાર્ય કરવું જોઈએ. કારણ કે, સરકાર અને માધ્યમો- બંનેનો હેતુ આખરે લોકકલ્યાણનો જ છે.