નવેમ્બર 1, 2024 7:19 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે આવતીકાલે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. જોકે મુખ્યમંત્રી તે પહેલાં અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.બપોરે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ અધિકારી મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે. 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.