ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા તેમજ વિધાનસભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, રાજ્ય વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડયા, નાયબ સચિવો, અધિકારીઓ સહિતના અગ્રણીઓએ પણ સરદાર પટેલની પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.