ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 9:06 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે. ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ આગળ ધપાવવાના દૃઢ સંકલ્પ સાથે સૌ આગળ વધીએ તેવી પણ શુભકામના પાઠવી છે. આ સાથે જ શ્રી પટેલ આજે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળીનું પર્વ મનાવશે. રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ જુદાં-જુદાં નગરો-ગામોમાં લાભાર્થી પરિવારો સાથે દિવાળી ઉજવશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ