ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે.

સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ગઈકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે. જે ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે.
આ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્મએ જણાવ્યું કે, આ ફેસ્ટિવલ ૪ મુખ્ય શોપિંગ સ્થળો ખાતે યોજાશે.