ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 117 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના માંડવી ખાતે 117 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે અતંર્ગત તેઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 29 કરોડ 94 લાખ રૂપિયાના ખર્ચે બનેલી માંડવી ભાગ-બે અને ત્રણ જૂથ સુધારણા યોજના, ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 66. કે. વી ભાડિયા સબસ્ટેશન, શિક્ષણ વિભાગના અંદાજે 8 કરોડથી વધુના ખર્ચે 13 પ્રાથમિક શાળાઓમાં કુલ 47 નવીન ઓરડા, શાળા રિપેરિંગ તેમજ ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અન્ય કેટલાક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.