ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. નાના માણસની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો એ સ્થાનિક સ્તરે લોકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. ગુજરાતે માઈક્રો અને મેક્રો બંને સ્તરે સહકારીના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે. સહકારી સંસ્થાઓ જે રીતે નાનકડા બીજમાંથી વટવૃક્ષ બનીને વિકાસ પામી છે એમ આપણે સૌ પણ હરિયાળા વિકાસમાં સહભાગી થઈને પર્યાવરણપ્રિય, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવીએ.’ રાજકોટના જામકંડોરણા ખાતે યોજાયેલી જિલ્લાકક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
શ્રી પટેલે ઉંમેર્યું કે, ‘સહકારી પ્રવૃત્તિઓનું વિશાળ વટવૃક્ષ વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે તે લક્ષ્યાંકને સાકાર કરવા સહકારી ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓ અને સૌ સભાસદો આ સહકારી આંદોલનને વધુ ઊંચા શિખર પહોંચાડવા સતત સેવારત્ રહેશે તેવો મને વિશ્વાસ છે.