ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગ્રોથ હબ તરીકે સુરત ક્ષેત્રના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું મુખ્યમંત્રીએ આજે સુરતમાં લોન્ચીંગ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આયોજન છે. ૨૦૪૭ સુધીમાં ભારતને ૩૦ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું..
રાજ્ય સરકારે ગુજરાતનું અર્થતંત્ર ૨૦૪૭ સુધીમાં સાડા ત્રણ ટ્રિલીયન ડોલર બનાવવાનું અને ૩૪ લાખ નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું હોવાનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે, તેમ પણ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.