સંસ્કૃતિનું જતન કરી નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ આપણે કરવાનું છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોડમાં પરમાત્મા, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડની ભાવના થકી વારસો જાળવી રહે તે માટે સહિયારો પ્રયાસ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઊંઝાના શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવનો શુભારંભ કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના વિકસિત ભારત સંકલ્પને સિદ્ધ કરવા આપણે વિરાસતનું ગૌરવ વધારવા નાગરિક કર્તવ્યોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી. શ્રી ઉમિયા મંદિરમાં પ્રાંગણને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના પ્રયાસરૂપે મુખ્યમંત્રીએ 10 રૂપિયાનો સિક્કો મશીનમાં મુકી ક્લૉથ બેગ વેન્ડીંગ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઊંઝામાં ઉમિયા માતાજી નીજ મંદિરના એક હજાર 868 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મહોત્સવનું આયોજન કરાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:28 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઊંઝાના શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો
