મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક કામ ગુણવત્તા-યુક્ત કરવા પર ભાર આપ્યો છે. મોરબીમાં એક હજાર 42 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે મોરબીને મળેલા વિકાસ કાર્યો તેમજ ઉદ્યોગ જગતમાં મોરબીની અગ્રણી ભૂમિકા અંગે પણ વાત કરી.
શ્રી પટેલે સ્વચ્છતા રાખવા, જળસંચય માટે જાગૃત થવા તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે લીલું આવરણ વધારવા સૌને અનુરોધ કર્યો. સાથે જ તેમણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 24, 2026 7:37 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં એક હજાર 42 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.