જાન્યુઆરી 19, 2026 9:44 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે. ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં શિવ જોઈને સેવા કરનારાઓનું સન્માન કરાયું છે ત્યારે આ કાર્યક્રમ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.સનાતન સંસ્કૃતિમાં સેવા પરમો ધર્મ કહેવાય છે, શિક્ષણ, આરોગ્ય અને જનજાગૃતિ માટે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશનની વિધ વિધ સેવાકીય પ્રવૃત્તિઓની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.