મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.
નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજીવિકાના સમાન હેતુ થી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે.
રાજ્યમાં મ્યુનિસીપલ એરીયાની હદમાં આવતા હોય તેવા ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીચીંગ, એમ્બ્રોઈડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટીંગ ટેક્ષટાઈલ મેન્યુફેક્ચરીંગ એક્ટિવિટીવાળા એકમોને પણ આ ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪ની સહાયનો લાભ અપાશે.આ નિર્ણયને કારણે કુશળ/અર્ધકુશળ કામદારો માટે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધશે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 7:23 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા.