મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ટેક્સટાઈલ નીતિ-2024’ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા છે. હવે નેશનલ રૂરલ અને અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વસહાય જુથ જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સ્વસહાય જુથને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે.
આ ઉપરાંત, રાજ્યમાં મહાનગર પાલિકાની હદમાં આવતા હોય તેવા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નોન-પોલ્યુટીંગ ટેક્ષટાઈલ એકમોને પણ આ પોલિસીનો લાભ અપાશે.
મુખ્મંત્રીશ્રીના આ નિર્ણયથી રાજ્યની મહિલાઓ વધુ આર્થિક સશક્ત અને સ્વનિર્ભર બની શકશે તેમજ રાજ્યના શહેરી વિસ્તારોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે.આ ઉપરાંત કુશળ/અર્ધકુશળ કામદારો માટે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધશે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:46 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ટેક્સટાઈલ નીતિ-2024’ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા