જાન્યુઆરી 18, 2026 3:41 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. શ્રી પટેલે એક સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે, રાજ્યપાલના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના પ્રયાસો અત્યંત પ્રેરણાદાયક છે. રાજ્યના લાખો ખેડૂતો કુદરતી ખેતીના માર્ગ પર આગળ વધી રહ્યા છે, અને ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે, રાજ્યપાલનો સાદગી, પ્રકૃતિ અને શિક્ષણ પ્રત્યેનો અભિગમ સમાજ માટે માર્ગદર્શક પ્રકાશ છે. શ્રી સંઘવીએ રાજ્યપાલના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્યની પ્રાર્થના કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.