મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક દિવસની કલેક્ટર પરિષદનો પ્રારંભ કરાવ્યો. તેમાં i-ORA એટલે કે, સંકલિત ઑનલાઈન મહેસુલી અરજી – ઈ ધરા સહિતની કામગીરીની સમીક્ષા અને વિગતવાર ચર્ચા કરાશે. તેમજ મહેસુલ વિભાગના વિવિધ પ્રગતિ હેઠળના કામ અને ભાવિ આયોજન, જમીનને લગતી કામગીરી અને સંકલિત કાયદા તથા ઠરાવ, પડતર કેસ સહિતના મુદ્દા અંગે ચર્ચા થશે.
પરિષદમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, મુખ્યસચિવ એમ. કે. દાસ, મેહસુલ વિભાગનાં અધિક મુખ્યસચિવ જંયતિ રવિ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં છે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 3:17 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક દિવસની કલેક્ટર પરિષદનો પ્રારંભ કરાવ્યો.