મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરને સંબોધતાં તેમણે કહ્યું, આ શિબિરને આધારસ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાની તક છે. શ્રી પટેલે ખાણ ખનીજ ક્ષેત્રમાં આવેલા પરિવર્તન અંગે અને રાજ્ય સરકારના ખાણ-ખનીજ ક્ષેત્રના વિકાસના પ્રયાસ થકી આવેલા પરિવર્તન અંગેની રૂપરેખા પણ રજૂ કરી.
આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું, ખાણ ઉદ્યોગ આજે માત્ર વિકાસનું માધ્યમ નહીં, પરંતુ ભારતની ભૂ-રાજકીય ક્ષમતા, વ્યૂહાત્મક સુરક્ષા અને વૈશ્વિક પ્રભાવનો મજબૂત આધાર બની ગયો છે. નીતિ સુધારાઓ અને ટૅક્નોલૉજીના માધ્યમથી ભારત આત્મનિર્ભર ખાણ ઉદ્યોગની શક્તિનું મૂળ સ્ત્રોત બની રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 2:39 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો.