મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સેક્ટર- 30માં વનચેતના કેન્દ્ર ખાતે આવેલા રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અગ્રીમ હરોળના વનકર્મીઓની શહીદીના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં હંગામી ધોરણે વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા ગણપત બારીયા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને તેઓ શહીદ થયા હતા. તેમને પણ આજે શ્રધ્ધાજંલિ પાઠવવામાં આવી છે, જેમને વન વિભાગ તરફથી પાંચ લાખ રૂપિયાની સહાય મળે તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:25 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
