જાન્યુઆરી 1, 2026 4:32 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે આગામી 22 જાન્યુઆરી સુધી યોજાનારા આ શૉમાં બનાવાયેલા વિવિધ ઝૉનની મુલાકાત લઈ વિવિધ આકર્ષણ નીહાળ્યા. તેમણે “સ્ત્રી સશક્તિકરણ”ની વિષયવસ્તુ પર તૈયાર કરાયેલા સ્કલ્પચર એટલે કે, શિલ્પકળાનું અનાવરણ કર્યું.ફ્લાવર શૉમાં વિશેષ ઑડિયો ગાઈડ બનાવાયા છે. તેમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કૉડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝૉન અંગેની માહિતી મેળવી શકાશે. ફ્લાવર શૉમાં મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર 80 રૂપિયા, તો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે આ દર 100 રૂપિયા રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.