મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન કર્યું. તેમણે ‘આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ’ વિષયવસ્તુ આધારિત આ કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી.આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર, ફાર્મા , સિરામિક, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગ અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કળાને રજૂ કરાઇ છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 31, 2025 10:23 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન કર્યું