અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોદ્દાનો ભાર છોડી નાના ભૂલકાઓ સાથે હળવી ક્ષણ માણી બાળકોને રમકડાનું વિતરણ કર્યું. તો બાળસહજ રીતે મુખ્યમંત્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો.રમશે બાળક ખિલશે બાળક પ્રકલ્પ અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારની આંગણવાડીના બાળકોની ગેમ ઝોનની મુલાકાતમાં મુખયમંત્રીશ્રીની ઉપસ્થિતિ રહી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારની આંગણવાડીના બાળકો માટે દર બીજા અને ચોથા શનિવારે મનોરંજન પ્રવાસ યોજાય છે. આ પ્રવાસમાં સાણંદ અને દસ્ક્રોઇ તાલુકાની આંગણવાડીના બાળકો પણ સહભાગી બન્યા હતા.
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બાળકો સાથે સમય વિતાવીને બાળસહજતાથી સંવાદ સાધ્યો.