ડિસેમ્બર 27, 2025 9:41 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો-હસ્તકલા કારીગરો-MSMEને યોગદાન આપવામાં નવી દિશા આપશે. આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું 29 ડિસેમ્બર સુધી આયોજન કરાયું છે, જેમાં 370થી વધુ સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના 80 ઉપરાંત સ્ટોલ્સ, દેશભરના રાજ્યોના 700થી વધુ પ્રતિનિધિઓ જોડાયા છે.