મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનેકવિધ વિકાસકામોનું ભૂમિપુજન તથા લોકાર્પણ હાથ ધરાશે.
દિશા ફાઉન્ડેશન અને ધોડિયા સમાજ દ્વારા ચાર દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. જેમાં ૩૦૦ જેટલા વિવિધ સ્ટોલો અને સેમિનાર માટે અલગ અલગ ચાર ડોમ ઊભા કરાયા છે ટ્રેડ ફેરમાં ૭૦ જેટલા આદિવાસી
ખાના-ખજાનાના સ્ટોલમાં આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માણવા મળશે. મેળામાં ચાર દિવસ દરમિયાન દશભરના વિવિધ રાજ્યોના આદિજાતિ નૃત્ય પ્રસ્તુતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ સાથે આ મેળામાં ઉદ્યોગ સાહસિકો માટે વિવિધ સેમિનારો યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સુરત જિલ્લામાં ૬૯૬.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તા અને પુલોના કુલ ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રાજય હસ્તકના માર્ગ અને મકાન વિભાગના
૧૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ૭ જેટલા રોડ-બ્રિજના કામોનું ખાતમુહૂર્ત થશે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકશે. – વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરશે.