મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું. ગાંધીનગરમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સુશાસન દિવસની ઉજવણી માત્ર એક દિવસ સુધી મર્યાદિત ન રહે અને જનસુખાકારીનું ચિંતન કરવા પણ જણાવ્યું.
આ પ્રસંગે શ્રી પટેલે સીએમ ફૅલો મોનિટરીંગ પૉર્ટલનું લોકાર્પણ, સીએમ ડૅશબૉર્ડ અંતર્ગત રિયલ ટાઈમ પર્ફોર્મન્સ મૅઝરમૅન્ટ સિસ્ટમ 2.Oનો વ્યાપ વધારવાની પહેલના પ્રારંભ સહિત સુશાસનની વિવિધ નવી પહેલનો પ્રારંભ કરાવ્યો.
Site Admin | ડિસેમ્બર 25, 2025 4:29 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું.