મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં આવતી નાગરિકોની રજૂઆતોનું સામૂહિક પ્રયાસથી જરૂરી નિવારણ લાવવા વિવિધ વિભાગને અનુરોધ કર્યો છે. આ મહિનાના સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન- ઑનલાઈન જન-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ 97 જેટલા રજૂઆતકર્તાની રજૂઆત આવી હતી.
મુખ્યમંત્રીએ જુનાગઢ અને મહેસાણાના ખેડૂતોની સંપાદિત થયેલી જમીનનું વળતર તાત્કાલિક ચૂકવવા જિલ્લા કલેક્ટર્સને તાકીદ કરી છે. સાથે જ કાલોલ નગરપાલિકાના માર્ગ, ગટરના કામની ગુણવત્તામાં બેદરકારી દાખવનારા સામે કડક પગલાના પણ દિશા-નિર્દેશ આપ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 24, 2025 7:46 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં આવતી રજૂઆતોનું સામૂહિક પ્રયત્નથી નિવારણ લાવવા વિવિધ વિભાગને અનુરોધ કર્યો