મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોમાં થતા પ્રકાર એક મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, સરકાર રાજ્યમાં આ બીમારીથી પીડાતા અને ઇન્સ્યુલિન એટલે કે, મધુપ્રમેહની દવા જે બાળકોને જરૂરી છે. તેમને શોધી તેમના સુધી દવા પહોંચાડી રહી છે. રાજ્યમાં હાલ 17 હજાર જેટલા બાળકને ઇન્સ્યુલિન લેવાની જરૂર હોવાનું જણાયું છે. આ કાર્યક્રમ ભાવિ પેઢીને સુરક્ષિત, સ્વસ્થ અને આત્મવિશ્વાસભર્યું બનાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ હેઠળ મધુપ્રમેહ એટલે કે, ડાયાબિટીસ ધરાવતા બાળદર્દીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન એટલે કે દવા અને સારવાર અપાશે. પ્રથમ તબક્કે જિલ્લા હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલમાં આ સુવિધા મળશે. જ્યારે તમામ બાળદર્દીઓની નોંધણી અને માસિક ફૉલો-અપ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK પૉર્ટલ પર કરાશે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 2:56 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોમાં થતા પ્રકાર એક મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.