ડિસેમ્બર 23, 2025 7:54 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે પોલીસના નવનિયુક્ત 11 હજાર 607 ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે પોલીસના નવનિયુક્ત 11 હજાર 607 ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, રાજ્યનું પોલીસ દળ દેશમાં કાર્યનિષ્ઠા અને ફરજ પાલનમાં અગ્રેસર છે. સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, માનવ તસ્કરી, આર્થિક ગુના, અને ટેકનોલોજી આધારિત ગુનાઓને અટકાવવા પોલીસ આધુનિકીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું, આ વખતે પ્રથમવાર પોલીસ ઉમેદવારોને નિમણૂક માટે જિલ્લા પસંદગીનો વિકલ્પ અપાશે.
ઉલ્લેખનીય છે, લોકરક્ષક કેડરમાં કુલ 11 હજાર 899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થઇ હોય તેવા કુલ 11 હજાર 607 ઉમેદવારોને પસંદગી પત્ર અપાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.