મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગુજરાત પોલીસના 11 હજાર 607 નવનિયુક્ત ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરાશે.ગાંધીનગરના રામકથા મેદાન ખાતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાજેતરમાં લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારો ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.લોકરક્ષક કેડરમાં કુલ 11 હજાર 899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8 હજાર 782 પુરૂષ અને 3 હજાર 117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 9:50 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પોલીસના 11 હજાર 607 નવનિયુક્ત ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરશે