મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઈન્ડિયા” મેટ્રો ટ્રેનની ભેટ આપી. કોલકાતા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમના પ્લાન્ટ ખાતેથી અમદાવાદ મેટ્રો રેલ માટેના ડબ્બાઓનું લોન્ચિંગ કર્યું.
આ મેટ્રો ટ્રેન શહેરમાં રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે જાહેર પરિવહનને સુગમ બનાવશે. ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેટ્રો ટ્રેન અમદાવાદની સંસ્કૃતિ અને પ્રતિબિંબિત કરે છે. શ્રી પટેલે અમદાવાદ મેટ્રો રેલ માટે સ્વીકારેલી પ્રથમ મેક ઇન ઈન્ડિયા મેટ્રો ટ્રેન અંતિમ પરીક્ષણો તથા સત્તાધિકારીઓ પાસેથી પ્રમાણ પત્ર મળ્યા બાદ થોડા જ દિવસમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 20, 2025 7:17 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલકાતા ખાતેથી અમદાવાદને પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઈન્ડિયા” મેટ્રો ટ્રેનની ભેટ આપી