મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને વિકાસ કામો માટે 2 હજાર 800 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું, શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની સફળતાને પગલે આધુનિક શહેરી ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે.
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2 હજાર 132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપવામાં આવી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 17, 2025 7:04 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે બે હજાર 800 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા.