મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગવર્નન્સ પર્ફોમન્સ ઇન્ડેકસ જીપીઆઇ અંતર્ગત જુદાજુદા વિભાગોની કામગીરીની પ્રગતિ માટે સીએમ ડેશબોર્ડ અંગે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં સુશાસનના રોલ મોડલ માટે પ્રસ્થાપિત થયેલા ગુજરાતમાં યોજનાઓના અમલ સહિતની બાબતોનું યોગ્ય સમયમાં પૂર્ણ કરવાના અભિગમ સાથે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સીએમ ડેશબોર્ડ દેશના અન્ય રાજયો માટે જનહિતલક્ષી બને તે માટેનું મંચ છે.
આ બેઠકમાં મુખ્યસચિવ એમ.કે.દાસ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિત સંબંધિત વિભાગોના સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 15, 2025 3:06 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીપીઆઇ અંતર્ગત જુદાજુદા વિભાગોની કામગીરીની પ્રગતિ માટે સીએમ ડેશબોર્ડ અંગે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી