ડિસેમ્બર 13, 2025 6:08 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું હતું. વાર્ષિક ત્રણ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુરત APMCનો રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એલિવેટેડ માર્કેટયાર્ડથી ખેડૂતોને ફાયદો થશે.
સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટ યાર્ડનું નિર્માણ પામેલી આ અત્યાધુનિક માર્કેટમાં ૧૦૦ ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા-લઇ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, અને કૃષિ જણસો સીધા વેપારીઓની દુકાનો પર જ ઉતારી શકાશે.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદો-ધારાસભ્યો, અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.