મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે AI ઇમ્પેકટ પ્રાદેશિક પરિષદનો શુભારંભ કરાવ્યો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાત પ્રાદેશિક પરિષદ દેશનો વારસો જાળવવાની સાથે યુવાનો માટે મહત્વની બની રહશે.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ દ્વારા AI ટેક્નોલોજી ડ્રોન સિસ્ટમથી કરાયેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા AI ટેકનોલોજી મહત્વની બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારની નવતર પહેલ ‘ગુજરાત AI Stack’ તેમજ રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-ready બનાવવા “ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન 2025” નો શુભારંભ કરાયો.
ઉલ્લેખનીય છે, ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાનારી ‘AI કૉન્ફરન્સ-2026’ની પ્રિ-સમીટના ભાગરૂપે આ પરિષદનું આયોજન થયું છે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 2:25 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે AI ઇમ્પેકટ પ્રાદેશિક પરિષદનો શુભારંભ કરાવ્યો પ્રારંભ કરાવ્યો.