ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિતની જણસોની ખરીદીની સમીક્ષા કરવામાં આવી. રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ અંગે પણ ચર્ચા કરાઇ. આ ઉપરાંત અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કામગીરી પર શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાથમિક વિગતો રજૂ કરાઇ. આ બેઠકમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ, આગામી કાંકરીયા કાર્નિવલ, કાઇટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમો પર પણ ચર્ચા કરવામાં આવી.