મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કચ્છ પ્રવાસનને વેગ આપવા અંદાજે 179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ પણ કર્યું.મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ધોરડો ખાતે “વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ” હેઠળ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં તેમણે “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના”ની વિષયવસ્તુ આધારીત વિવિધ રાજ્યો, કચ્છી કલા અને રાજ્યની સંસ્કૃતિને રજૂ કરતી પ્રસ્તુતિઓ નિહાળી હતી.રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માગશર મહિનામાં પૂર્ણિમાએ પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રની ચાંદનીમાં કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયનરમ્ય હોય છે.
Site Admin | ડિસેમ્બર 5, 2025 10:07 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 179 કરોડના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું