ડિસેમ્બર 4, 2025 7:42 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર બનવવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આગામી ત્રણ વર્ષમાં વર્ષોમા 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર એટલે કે, નંદઘરનું નિર્માણ કરાશે. ગાંધીનગરમાં આજે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્ર એનાયત માટેના કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે વિકસિત ભારત માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવા પણ આંગણવાડી કાર્યકર બહેનોને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળવિકાસ મંત્રી ડૉક્ટર મનીષા વકીલે નવનિયુક્ત કર્મચારીઓને બાળકોમાં સંસ્કાર, શિક્ષણ અને પોષણનું બીજ રોપવા જણાવ્યું.