ડિસેમ્બર 4, 2025 2:46 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે. તેઓ પૂનમની ચાંદનીમાં સફેદ રણને નીહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત 23 નવેમ્બરથી ખૂલ્લો મૂકાયેલા રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.