ડિસેમ્બર 3, 2025 7:19 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ, રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી હતી, તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું રાજ્યની તમામ સરકારી શાળાઓમાં શૌચાલયની મરામત અને સાફ-સફાઈ હાથ ધરવા માટે મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે.
શ્રી વાઘાણીએ રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં વહેલી તકે નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે દિશાનિર્દેશ કર્યા છે.