મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે, જેમાં અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતોનું યજમાનપદ મળવા બદલ અભિનંદન ઠરાવ પસાર થશે. બેઠકમાં ટેકાના ભાવે વિવિધ જણસોની ખરીદી, કૃષિ રાહત પેકેજના ચૂકવણા તેમજ રવિ સીઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા અંગે ચર્ચા કરાશે. બેઠક દરમિયાન, રાજ્યના રોડ-રસ્તાઓ અંગે પ્રભારી મંત્રીઓને સોંપેલા જિલ્લાઓની કામગીરીની ચર્ચા પણ કરવામાં આવશે.આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આગામી ગુજરાત પ્રવાસની તૈયારી અંગે સમીક્ષા થશે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 9:25 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે