મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો વર્ષ 2035માં આવનારો પ્રસંગ વિકસિત ભારત – વિકસિત ગુજરાત માટે સીમાચિહ્ન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જે જવાબદારી મળી તેની નિષ્ઠાથી નિભાવવા પર ભાર આપ્યો. તેમણે આ ચિંતન શિબિરથી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય પાર પડ્યો હોવાનું પણ જણાવ્યું. આ સાથે જ વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન આ ત્રણ દિવસની શિબિરમાં કરાશે તેમ તેમણે ઉંમેર્યું.
ઉલ્લેખનીય છે કે, આ શિબિરમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, હરિત ઊર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વિષય પર સામૂહિક ચિંતન અને મંથન કરાશે.
Site Admin | નવેમ્બર 27, 2025 7:23 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો.