નવેમ્બર 26, 2025 8:04 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશમાં લાગુ કરાયેલી નવી શ્રમ સંહિતાએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ – કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશમાં લાગુ કરેલી નવી શ્રમ સંહિતા એ શ્રમિકોના અધિકારોના સદા હિમાયતી રહેલા સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રૉફેસર ડૉક્ટર માણિક સાહા સાથે આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે આજે “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્રાના સંબોધનમા તેમણે આ મુજબ જણાવ્યું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે યોજાઇ રહેલી આ પદયાત્રા એક ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ લોકો સમક્ષ મુકશે અને રાષ્ટ્રીય એકતાનો માર્ગ પણ પ્રશસ્ત કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે, કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનથી શરૂ થયેલી આ પદયાત્રા 11 દિવસમાં અંદાજે 150 કિલોમીટરથી વધુનું અંતર કાપીને છઠ્ઠી ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઑફ યુનિટી કેવડિયા ખાતે પૂર્ણ થશે.