નવેમ્બર 24, 2025 3:04 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જામનગરમાં 622 કરોડ રૂપિયાથી વધુના 69 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું, ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે. આ પ્રસંગે શ્રી પટેલે સ્વચ્છતા જાળવવા, પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવા તેમજ જળસંચય માટે જાગૃત થવા સૌને અનુરોધ કર્યો.
આ પ્રસંગે શ્રી પટેલે જામનગરમાં 226 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઑવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું. હવે સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો માર્ગ મળવાથી નાગનાથ જંક્શન, ગ્રૅઈન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. અંદાજે ત્રણ હજાર 750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજમાં એક હજાર 200થી વધુ વાહન માટે વાહન મૂકવાની જગ્યા, રમતગમત પ્રવૃત્તિઓ તથા ફૂડ ઝૉન જેવી સુવિધાનો સમાવેશ કરાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.